ગોધરા કસ્બાની જમીન પચાવી પાડવાના કૃત્ય અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાના ગુનાના આરોપી અસલમ અબ્દુલ સત્તાર જરગાલની જામીન અરજી નામંજુર કરતી કોર્ટ.

ગોધરા,ગોધરા કસ્બાની સર્વે નં.514 તથા સર્વે નં.515 બિનવસીયતવાળી હોય જમીન માલિક મરણ ગયેલ હોય તે જાણવા છતાં જમીન પચાવી પાડવાના ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન વેચાણ કરી હતી. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે 10 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ કરાઈ હતી. આ ગુનાના આરોપી અસલમ અબ્દુલ સત્તાર જરગાલએ નામ.કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ.

ગોધરા સર્વે નં.514 તથા સર્વે નં.515 બિનવસીયતવાળી શ્રીપતરાય દતાત્રેય મજમુદારની બિનવસીયતવાળી હોય આ જમીન માલિક મરણ જતાં આરોપીઓ અસલમભાઇ અબ્દુલ સત્તાર જરગાલ, નરેનભાઇ પ્રકાશભાઇ ભટ્ટ, વકિલ મનીષ પંચાલ, યાયમન સાદ્દીક સુલેમાન, દાવલા નિશાર એહમદ ફિરોજ, હયાત ઈરફાન બિલાલ, કલંદર અબ્દુલ રઝાક એહમદ સઈદ, હયાત સલીમ યાકુબભાઇ, હયાત કાસીમ અબ્દુલા વિરૂદ્ધ જમીન પચાવી પાડવા જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરવા જમીન વેચાણ કરી કરાવી ગુન્હો કર્યાની ફરિયાદ સબ રજીસ્ટાર દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવી હતી. આ ગુનામાં આરોપી અસલમ અબ્દુલ સત્તાર જરગાલ (ધંત્યા પ્લોટ, સાતપુલ, ગોધરા)એ નામ.કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. તે જામીન અરજીના સુનાવણી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલો ધ્યાને લઈ અસલમ અબ્દુલ સત્તાર જરગાલની જામીન અરજી નામંજુર કરવામાં આવી.