ગોધરા, ગોધરા કસ્બામાં આવેલ બિન વસીયતી જમીન પચાવી પાડવામાં ષડયંત્ર રચનાર આરોપી નરેશભાઈ પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા કોર્ટમાં રેગ્યુલર જમીન મેળવવા માટે અરજી કરેલ હોય તે અરજીની સુનાવણી હાથ ધરી આરોપીના રેગ્યુલર જામીન નામંજુર કરવામાં આવ્યા હતા.
ગોધરા કસ્બાની રે.સર્વે નં.-514,515 બિન વસીયતવાળી હોય અને જમીન માલિક મરણ ગયેલ હોય તે જાણવા છતાં આ જમીન પચાવી પાડવા માટે આરોપી ઈસમોએ કાવતરૂ રચ્યુ હતુ. અને જમીન માલિકોના નામથી ખોટો માલિક ઉભા કરવામાં આવ્યા હતા. બંને સંજય સેવકને ખોટી માહિતી આપીને જમીનનો ખોટો દસ્તાવેજ કરી ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યુ હતુ. આ ગુનામાં આરોપીઓ શ્રીપતરાવ દત્રોત્ય મજમુદાર,અસ્લમભાઈ અબ્દુલ સલામ જરગાલ, નરેનભાઈ પ્રકાશભાઈ ભટ્ટ, વકીલ મનીશ પંચાલ, યાયમન સાદિક સુલેમાન, દાવલા નિસાર અહેમદ ફિરોજ, હયાત ઈરફાન બિલાલ, કલંદર અબ્દુલ રઝઝાક અહેમદ સઈદ, હયાત સલીમ યાકુબભાઈ, હયાત કાસીમ અબ્દુલ્લા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આરોપી નરેશભાઈ પ્રકાશભાઈ ભટ્ટ (બી એરનપાર્ક નગર કંજરી, હાલોલ)દ્વારા કોર્ટમમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાકેશ એમ.ઠાકોર દ્વારા દલીલો કરાઈ હતી ને દલીલોને ગ્રાહ્ય રાખી નરેશભાઈ ભટ્ટના રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવ્યા હતા.