ગોધબા કસ્બાની બિનવસીયતવાળી જમીન પચાવી પાડવાના ષડયંત્રના વોન્ટેડ આરોપીને એલ.સી.બી.એ ગોન્દ્રા સર્કલ થી ઝડપ્યો

ગોધરા,પંચમહાલ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના ખોટા દસ્તાવેજ જમીન પચાવી પાડવાના ગુનાનો વોન્ટેડ આરોપીને ગોન્દ્રા સર્કલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા કસ્બાના સર્વે નં.514,515 વાળી બિનવસીહતવાળી જમીન પચાવી પાડવા માટે આરોપી દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ગુનામાં જેટલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંંધાવેલ હોય આ ગુનામાં આરોપી ઈરફાન બિલાલ હયાત નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, આરોપી હાલમાં ગોન્દ્રા સર્કલ પાસે ઉભો છે. તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી ઈરફાન બિલાલ હયાતને ઝડપી પાડવામાં આવ્યો અને ગોધરા બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.