ગોધરા, ગોધરા શહેરના કનેલાવ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ખેલ મહાકુંભ કાર્યક્રમમાં આજે ક્રિકેટ રમત નો પણ સમાવેશ થયો હતો. જેમાં શારિરિક રીતે અપંગ અનેક ખેલાડીઓ દ્વારા માત્ર 8 ઓવરમાં 105 રન કરીને હરિફ ટીમને હરાવી જીત મેળવી હતી.
પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગો માટેના ખાસ ત્રણ દિવસીય ખેલ મહાકુંભનું આયોજન ગોધરા નજીક કનેલાવમાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યું હતું. જ્યાં ત્રણ દિવસ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક અને શ્રવણમંદ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ત્રીજા દિવસે ઓર્થોપેડિક વિકલાંગ લોકો માટે ક્રિકેટ રમતનું આયોજન થયેલ હતું. જેમાં શારિરિક રીતે વિકલાંગ હોવા છતાં ક્રિકેટ કેવી રીતે રમવી અને બીજા લોકોને પ્રેરિત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયેલ હતું. જ્યારે આજ રોજ યોજાયેલ આ ક્રિકેટ ખેલ મહાકુંભમાં શારીરિક વિકલાંગ ખેલાડીઓની ત્રણ ટીમોની મેચમાં એ(ફ) ટીમ દ્વારા 8 ઓવરની અંદર 105 રન નો રેકોર્ડ કરી હરીફ ટીમને 7 ઓવરમાં ઓલ આઉટ કરી વિજેતા જાહેર કરવામાં આવેલ હતું.ત્યારે વિકલાંગ હોવા છતાં કેવી રીતે બેટિગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરીને સુંદર સ્કોર કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ થ્યું હતું.