ગોધરા કનેલાવ રમત ગમત સંકુલ ખાતે ફુટબોલ રમત સ્પર્ધામાં 150 ખેલાડીઓએ ભાગ લીધો

ગોધરા, ગોધરા શહેરના કનેલાવ ખાતે આવેલા જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્કૂલ ગેમ્સ ઓફ ફેડરેશનની ફૂટબોલ શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 150 ઉપરાંત ખેલાડીઓએ ભાગ લીધો હતો.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના કનેલાવ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત પંચમહાલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્કૂલ ગેમ્સ ઓફ ફેડરેશનની ફુટબોલ શાળાકીય રમતસ્પર્ધા પસંદગીનુ આયોજન કરવામાં આવ્યુ હતું, સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર 19 ભાઈઓ માટે 66મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા યોજનાર છે. ત્યારે ગોધરા ખાતેના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આજે અલગ-અલગ 15 જેટલા જિલ્લાઓમાંથી ફુટબોલ રમતના અંડર 19 ના 150 જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો. ફૂટબોલ ટીમની પસંદગી માટે ખાસ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ફૂટબોલ રમતના એક્ષપર્ટ કોચ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ સિલેકશન ટ્રાયલમાં આયોજન માટે જિલ્લા રમતવિકાસ અધિકારી પ્રતાપ પસાયા દ્વારા પણ ઉપસ્થિત ખેલાડીઓ માટે સતત હાજર રહીને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.