ગોધરાકાંડમાં વળતરની દાવા અરજીમાંથી મોદીનું નામ હટાવવા કોર્ટનો આદેશ

 માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના પરિવારે વળતરની માગ કરી હતી

આરોપો મુજબ આ દાવામાં ક્યાંય પણ નરેન્દ્ર મોદી કે અન્ય લોકો સીધી કે આડકતરી રીતે સંકળાયેલા નથી : કોર્ટ

2002ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કેટલાક સૃથળે ફાટી નીકળેલા કોમી રમખાણો પૈકી એક કેસ પ્રાંતિજની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં નુકસાની વળતરની માગણી કરતી દાવા અરજીમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ હતું. જોકે વકીલે મોદીનું નામ આ કેસમાંથી હટાવી લેવાની માગણી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી છે. 

2002માં ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના બની તેના બીજા દિવસે રમખાણો ફાટી નીકળ્યા હતા, આ દરમિયાન બ્રિટિશ નાગરિક્તા ધરાવતા સઇદ દાઉદ, શકીલ દાઉદ અને મોહમ્મદ અસવત હિંસાની એક ઘટનામાં માર્યા ગયા હતા.

આ ઘટના 28મી ફેબુ્રઆરી 2002ના રોજ નેશનલ હાઇવે નંબર 8 પર બની હતી. તેઓ આગરા અને જયપુર ફરીને પોતાના નવસારી સિૃથત લાજપુર ગામે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. જે દરમિયાન ત્રણ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ માર્યા ગયેલાના એક પરિવારજન ઇમરાન દાઉદે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી હતી.

જે બાદ  પ્રાંતિજની કોર્ટમાં આિર્થક નુકસાનની ભરપાઇની માગણી સાથે અરજી કરી હતી. અરજદારોએ તેમને જે નુકસાન થયું તેનું આશરે 23 કરોડ રૂપિયાનું વળતર આપવાની માગણી કરતી જે અરજી કરી તેમાં નરેન્દ્ર મોદી, તત્કાલીન ગૃહ પ્રધાન ગોરધન ઝડફીયા અને અન્ય કેટલાક અિધકારીઓના નામ પણ સામેલ કર્યા હતા કેમ કે તે સમયે મોદી મુખ્ય પ્રધાન હતા.

જોકે કોર્ટમાં મોદીના વકીલે એવી દલીલ કરી હતી કે આ સમગ્ર કેસમાં મોદી સીધી રીતે ક્યાંય પણ સંકળાયેલા નથી. વળતર માટે નરેન્દ્ર મોદી ક્યાંય પણ જવાબદાર ન ઠરી શકે. પ્રાંતિજ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સુરેશ ગઢવીએ નરેન્દ્ર મોદીનું નામ હટાવવાનો આદેશ આપ્યો હતો.સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે આરોપો લગાવવામા આવ્યા છે તેમાં ક્યાંય પણ એ પુરવાર નથી થતું કે આ સમગ્ર કેસમાં નરેન્દ્ર મોદી કે અન્ય સીધી રીતે કે આડકરી રીતે કોઇ પણ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય. તેથી તેમના નામ હટાવવાનો આદેશ આપવામાં આવે છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 14મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.