ગોધરા-સાબરમતી કાંડની વરસી : 21મી પુણ્યતિથિ નિમિત્તે હુતાત્માંઓને શ્રદ્ધાંજલિ અપાઈ.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે 27/02/2002માં થયેલા સાબરમતી હત્યાકાંડમાં 59 કારસેવકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા હુતાત્માંઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ દર વર્ષે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે. જેનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુંદરકાંડનુ દિવ્ય આયોજન પ.પૂ કંઠે આજરોજ રાત્રિના 09:00 કલાકે ચાંદની ચોક પ્રભાકુંજ સોસાયટી ખાતે મેદાનમાં પરંપરાગત રીતે રાખવામાં આવેલું છે. તેવું વીએચપી દ્વારા જણાવવામાં આવ્યું છે. રામસેવકોની 21મી પુણ્યતિથિ નિમિત્તે આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોધરા શહેરમાં થયેલા સાબરમતી હત્યાકાંડને આજે 21 વર્ષ પુરા થયા છે. ત્યારે હત્યાકાંડના ભોગ બનેલા રામસેવકોના હુતાત્માને શાંતિ મળે તે માટે ગોધરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સુંદરકાંડ આયોજન સમિતિ તરફથી પ.પૂ અશ્વિનજી પાઠક (પૂ.ગુરુજી)ના સુમધુર કંઠે ગોધરાના ચાંદની ચોક પ્રભાકુંજ સોસાયટી પાસે આવેલા મેદાનમાં ગોધરાવાસીઓને રસપાન કરવામાં આવશે. તેમાં ગોધરા શહેરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. દર વર્ષે વીએચપી તરફથી સુંદરકાંડનું કાર્યક્રમ દિવ્ય આયોજન કરવામાં આવે છે.

27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી હત્યાકાંડમાં 59 જેટલા કારસેવકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી દર વર્ષે મૃત્યુ પામેલા હુતાત્માંઓને શાંતિ આપવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા તરફથી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગોધરાના ચાચર ચોક સર્કલ પાસેથી કાર્યકરોની ઉપસ્થિતિમાં વિશાળ બાઇક રેલી સ્વરૂપે ટ્રેનકાંડના સાબરમતી એક્સપ્રેસના ડબ્બા ખાતે પહોંચી હુતાત્માં કાર સેવકોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ વીએસપી દ્વારા છેલ્લા 21 વર્ષથી કરવામાં આવે છે. આ બાઈક રેલીમાં વીએસપીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા