2002ના ગોધરાકાંડના એક કેસમાં આજે પંચમહાલની જુવેનાઈલ કોર્ટે 23 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પાંચ સગીર આરોપીઓ પૈકી ત્રણને દોષિત ઠેરવ્યા છે. તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. બાકીના બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
દોષિત ઠરેલા ત્રણેય સગીર આરોપીઓને સેફ્ટી હોમમાં રાખવામાં આવશે. આરોપી પક્ષના વકીલ એસ.એસ. ચરખાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ ચુકાદો ગોધરાકાંડના 23 વર્ષ બાદ આવ્યો છે.આ કેસ 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ લગાડવાની ઘટના સાથે સંબંધિત છે. આ ઘટનામાં 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં કેટલાક સગીર વયના આરોપીઓની પણ સંડોવણી સામે આવી હતી.
આ ઘટનાએ દેશની રાજનીતિમાં મોટી હલચલ મચાવી હતી. પોલીસે ઘટના બાદ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી અને અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. કેટલાક આરોપીઓને અદાલતે સજા ફટકારી હતી, જ્યારે કેટલાકને નિર્દોષ જાહેર કર્યા હતા.