
સુપ્રીમ કોર્ટે આજે ગોધરાકાંડના એક દોષિત ફારુકને જામીન આપ્યા છે. આજીવન કેદ સામે દોષિતની અપીલ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે ફારુક 2004થી જેલમાં છે, એટલે આજે તેને જામીન આપવામાં આવ્યા છે.
જામીનનો વિરોધ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘તે સૌથી જઘન્ય અપરાધો પૈકીનો એક હતો. લોકોને બોગીઓમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં પથ્થરમારો ઓછો ગંભીર ગુનો હોઈ શકે છે, પરંતુ આ એક અલગ જ પ્રકારનો ગંભીર ગુનો છે.’