ગોધરા, ગોધરા નાં ગદૂકપુર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી નાં પંચમહાલ જીલ્લા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ કારોબારી ની એક મિટિંગ યોજાઈ હતી જેમાં તાજેતર મા નવા નિમણુંક પામેલ પંચમહાલ જીલ્લા ભાજપ સંગઠન નાં પ્રભારી સંજય પટેલ નું ઉષ્મા ભેર સ્વાગત કરવા મા આવ્યું હતુ.
કારોબારી મિટિંગ મા આગામી એક મહિના સુધી વિશેષ સંપર્ક અભિયાન બાબતે વિસ્તૃત ચર્ચા કરવા મા આવી હતી જેમાં સમગ્ર દેશ મા એક જ રૂપરેખા સાથે પંચમહાલ જીલ્લા મા પણ વિશેષ સંપર્ક અભિયાન એક મહિના સુધી ચાલનાર છે.
સમગ્ર કાર્યક્રમ મા વિશેષ સંપર્ક અભિયાન મા ભારતીય જનતા પાર્ટી ની દેશ મા જ્યારથી સરકાર બનેલ છે તેની સિદ્ધિ ઓ જન સંપર્ક દ્વારા જન જન સુધી પહોંચાડવા સમગ્ર એક મહિના દરમિયાન કામે લાગવા જીલ્લા સંગઠન નાં તમામ હોદ્દેદારો ને અપીલ કરી હતી.
સભા દરમિયાન વિશેષ સંપર્ક અભિયાન મા વિવિધ કાર્યક્રમો ની વિગત વાર માહિતી મહામંત્રી કુલદીપસિંહ સોંલકી અને ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ દ્વારા આપવા મા આવી હતી.
આજ ની કારોબારી મા નવ નિયુક્ત જીલ્લા સંગઠન પ્રભારી સંજય પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઇ પટેલ, સાંસદ રતન સિંહ રાઠોડ, મોરવા હડફ ધારાસભ્ય નિમીષા બેન સુથાર,કાલોલ નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જીલ્લા સંગઠન નાં મહામંત્રી કુલદીપસિંહ, મયંકભાઇ અને ધવલભાઈ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય પવન ભાઈ અને સમગ્ર જીલ્લા નાં વિવિધ મંડલ નાં હોદ્દેદારો અને જીલ્લા કારોબારી તેમજ હોદ્દેદારો ની ઉપસ્થિતિ મા આ મિટિંગ યોજાઈ હતી.
આમ આગામી 30 મી મે થી 30 જુન સુધી ભારતીય જનતા પાર્ટી સતત જન સંપર્ક નાં કાર્યક્રમો કરનાર છે.
આ કાર્યક્રમો દ્વારા આગામી લોકસભા ની ચુંટણી ની તૈયારીઓ નો આરંભ પણ માની શકાય એમ છે.