ગોધરા, ગોધરા શહેરમાં આવેલ કમલમ ખાતે લોકસભાની ચુંટણીને લઈ ભાજપ મધ્ય ગુજરાત લોકસભા કલસ્ટર સંયોજક નરહરી અમીન અને ગોરધન ઝડફીયા તેમજ પંચમહાલ ભાજપ પ્રભારી ભરત ડાંગરની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હ તી. આ બેઠકમાં હાજર બીજેપીના અગ્રણીઓ અને કાર્યકરોને લોકસભાની ચુંંટણીને લઈ કામે લાગી જવા હાકલ કરી હતી.
ગોધરાના ગદુકપુર ખાતે આવેલ કમલમ કાર્યાલય ખાતે આજરોજ ભાજપના નરહરી અમીન અને ગોરધન ઝડફીયાની ઉપસ્થિતીમાં કલસ્ટર બેઠક લોકસભા ચુંટણીને લઈ મળી હતી. આ બેઠકમાં બીજેપીના અગ્રણી કાર્યકર્તાઓ તેમજ પંચમહાલ, મહિસાગર અને ખેડાના ધારાસભ્યો હાજર રહ્યા હતા. પંચમહાલ જીલ્લા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા લોકસભા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે લોકસભામાં વધુને વધુ મતદાન થાય તે માટે કામે લાગવા હાકલ કરી હતી. લોકસભામાં બીજેપીના ઉમેદવારને પાંચ લાખ કરતા વધુ લીડ મળે તેવી કામગીરી માટે કામે લાગવા જણાવ્યું હતું.