- મધવાસ-શામળદેવીના તલાટી રાજકીય વગને લઈ કીંગ જેવી છાપ ઉભી કરવા માંગે છે.
- સરકારી અધિકારી પોતાનું ભાન ભુલી પત્રકાર સાથે હાથપાઇ પર ઉતર્યા.
- ખાનગી ઓફીસ ચલાવતા તલાટી હવે ભાઇગીરી પર ઉતર્યા.
- ફરજ સેજા ઉપર હાજર નહિ રહેતા તલાટી સામે TDO દ્વારા ખાતાકીય પગલાં લેવાશે ખરાં…?
ગોધરા,
કાલોલ તાલુકાના મધવાસ અને શામળદેવી ગ્રામ પંચાયતના તલાટી કચેરીમાં હાજર નહિ રહીને તાલુકા પંચાયત કચેરી સામે ખાનગી ઓફિસ ખોલીને પંચાયતનો વહીવટ ચલાવતા હોવા અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં તલાટીએ પોતાની પોલ ખુલ્લી પડી જતાં પત્રકાર ઉપર કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં હાથાપાઈ કરી પત્રકારને દબાવવાનો પ્રયત્ન કરવામાંં આવ્યો ત્યારે આવા ઉદ્દધતન તલાટી સામે તાલુકા વિકાસ અધિકારી કાર્યવાહી કરે તે જરૂરી છે.
કાલોલ તાલુકાના મધવાસ અને શામળદેવી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એસ.એસ.ઠાકોર પોતાના સેજાની પંચાયતોમાં હાજર રહેતા નથી અને પંચાયત કચેરીમાં હાજરી આપવાના સ્થાને કાલોલ તાલુકા પંચાયત કચેરી સામે ખાનગી ઓફિસ ખોલીને ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવી રહ્યા હોય ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી ગેરહાજર રહેતા બન્ને ગામના અરજદારોને તલાટીના કામ માટે અટવાઈ રહ્યા હોય તેમજ ભાડા ખર્ચીને કાલોલ સુધી લાંબા થવું પડતું હોય ત્યારે ગ્રામજનોની સમસ્યાને લઈને તલાટી એસ.એસ.ઠાકોરની પ્રાઈવેટ ઓફિસ ચલાવતા હોવાનો અહેવાલ સ્થાનિક દૈનિક અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તલાટી વિરૂદ્ધ અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તલાટીની પોલ જનતા અને વહીવટી તંત્રમાં ખુલ્લી પડી જતાં ઉશ્કેરાઈ ગયા હતા અને દૈનિક અખબારના પ્રતિનિધી સાથે આજરોજ કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં ખુલ્લેઆમ હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા. તલાટી જાહેરમાં કહેતા જોવા મળ્યા કે, હું કાલોલનો કીંગ છું. તે મારી પ્રાઈવેટ પ્રોપર્ટીનો વિડીયો કેમ બતાર્યો તેમ કહીને સરકારી કર્મચારી નહીં તે ભાઈ જેવા સ્વરૂપમાં આવી ગયા હતા. કાલોલ તાલુકાના ગ્રામ પંચાયતના સેજા ઉપર હાજર નહિ કરીને ખાનગી ઓફિસ ખોલીને વહીવટ ચલાવતા આવા તલાટી કમ મંત્રી સામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાંં નહિ આવી હોય તેવા પણ પ્રશ્ર્નો ઉભા થયા છે. મધવાસ-શામળદેવી પંચાયતના તલાટી દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં પત્રકાર સાથે હાથાપાઈ અને ઉદ્દતાઈ કરવામાં આવી હોય તેવા તલાટી સામે કાલોલ TDO કાર્યવાહી કરી તેમની સામે ખાતાકીય તપાસ કરાવશે કે પછી આવા કર્મચારીને છાવરવામાં આવશે. તે જોવું રહ્યું.