ગોધરા,
ગોધરા તાલુકાના કાલીયા કુવા ગામે પીકઅપ ડાલામાં ભેંંસ ભરીને પહોંચતી કરવા માટે આવ્યા હતા. દરમિયાન પીકઅપના કેબીન ઉપર ટાયર ગોઠવવા ચડેલ વ્યકિતને થ્રી ફેઈઝ લાઈનનો કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાંં આવ્યા.
વિસ્તૃત વિગતો મુજબ શહેરા તાલુકાના ડુંગરપુર (ડેમલી) ગયામે રહેતા હર્ષદભાઈ ડાહ્યાભાઈ ભરવાડને જગદીશભાઈ આહિરની ભેંસ કાલીયા કુવા ગામે બોલેરો પીકઅપ ડાલામાંં પહોંચતી કરવાનુંં ભાડું મળેલ હોય જેથી પીકઅપ ડાલામાં ભેંંસ ભરીને કાલીયા કુવા ભેંંસ પહોંચતી કરી હતી અને પીકઅપના ચાલક હર્ષદભાઈ ભરવાડ ગાડીના કેબીન ઉપર ગાડીનું ટાયર ગોઠવા ગાડી ઉભી રાખી ચડેલ હતા. દરમિયાન થ્રીફેઝ લાઈનનો કરંંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાંં આવ્યા. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.