ગોધરા,
ગોધરા શહેર કલાલ દરવાજા વિસ્તારમાં રવિ કોર્પોરેશન પાસેથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો. એ ડીવીઝન પોલીસને જાણ થતાં ધટના સ્થળે પહોંંચીને તપાસ હાથ ધરવામાં આવી.
ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં રવિ કોર્પોરેશન પાસેથી શંકાસ્પદ માંંસનો જથ્થો મળી આવ્યો. આ વિસ્તાર દિવસભર ટ્રાફિકની અવરજવર અને લોકોની ચહલપહલથી ધમધમતો રહે છે. તેવા ભરચક વિસ્તારમાં કોઈપણ અજાણ્યા ઈસમો કોથળામાં માંંસનો જથ્થો નાખી ગયો હોવાનું અનુમાન છે. રવિ કોર્પોરેશન પાસે રાત્રીના સમયે કોણ માંસનો જથ્થો ફેંકી ગયું તેની ચર્ચાએ જોર પકડયુંં છે. કોઈ ઈસમો દ્વારા માહોલ ભડકાવવા માટે ગૌમાંસનો જથ્થો નાખ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કલાલ દરવાજા વિસ્તારમાં માંસનો જથ્થો ફેંકી ગયાની જાણે એ ડીવીઝન પોલીસને થતાં ધટના સ્થળે પહોંંચી તપાસ હાથ ધરવામાં આવી છે.