ગોધરા-કાંકણપુરથી 52 ગજની ધજા સાથે યુવાનો અંબાજી જશે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમા ભાદરવી પુનમનુ વિશેષ મહત્વ છે, ત્યારે ગુજરાતભરમાંથી લોકો દર્શન કરવા જાય છે. જેમા પંચમહાલના કાંકણપુરથી પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમા 50થી વધુ યુવાનો 52 ગજની ધજા લઇને અંબાજી જવા નીકળ્યા હતા. જય માતાજીના નારા સાથે તેઓ રવાના થયા હતા.

કાકણપુરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કાકણપુર પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે 52 ગજની ધજા સાથે 60થી વધુ ગામના યુવાનો પગપાળા ધજા લઈને નીકળ્યા હતા. જેમાં બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે કાકણપુરથી અંબાજી ખાતે જવા રવાના થયા હતા.જેમાં ગોધરા તાલુકાના કાકણપુર ગામેથી 7/9/23 ના રોજ કાકણપુર મુકામેથી ધજા લઈને અંબાજી ખાતે નીકળેલા કાકણપુર પગપાળા સંઘ આજરોજ અંબાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં માઁ જગત જનની માઁ જગદંબાને ધજા ચઢાવીને દર્શનનો લ્હાવો લીધો હતો.જ્યારે આવતીકાલે મંદિરના પટાંગણમાં કાકણપુર પગપાળા સંઘ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં કાકણપુર પગપાળા સંઘના યુવાનો જોડાશે.