ગોધરા, ગોધરા કાછીઆવાડમાં રહેતા આરોપી ઈસમે ફરિયાદીને 3 ટકાના લેખે 17 લાખ રૂપીયા ધીરધાર કરી સિકયુરીટી પેટે લીધેલ 32 કોરા ચેક લઈ ચેક પૈકી બે ચેક બેંંકમાં વટાવતા ચેક બાઉન્સ થતા કેસ કરી વ્યાજ સહિત નાણાંની સતત ઉધરાણી કરી 70,00,000/-રૂપીયાની અવારનવાર ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા કાછીઆવાડ ચોખંંડી પોળ પાસે રહેતા આરોપી ઈસમ કેતનકુમાર કાળીદાસ પટેલ એ સંકેતભાઈ કાંંતિલાલ પટેલને માસીક 3 ટકા લેખે રૂપીયા 17,00,000/-લાખ રૂપીયાની ધીરધાર કર્યા હતા અને સિકયુરીટી પેટે 32 કોરા ચેકો સંકેતભાઈ પટેલ પાસેથી લીધેલ હતા. ચેક પૈકી એક ચેકમાં 5,25,000/-રૂપીયા તાથજ બીજા ચેકમાં 4,00,000/-લાખ રૂપીયા ભરી ચેક બેંકમાં વટાવતા ચેક બાઉન્સ થતાંં કેસ કરી વ્યાજ સહિતના નાણાંની સતત ઉધરાણી કરી વધારાના 70,00,000/-રૂપીયાની માંગણી અવારનવાર કરી વધારાના નાણાં નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે મની લોન્ડ્રીંગ કલમ 40,42(એ)(ડી)મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.