ગોધરા (ક)ની સર્વે નંં.191/2 પૈકી 1 વાળી જમીન ગેરેજ કબ્જેદાર માટે એનીમી પ્રોપર્ટી જયારે અન્ય માટે નિયમો નેવે મુકાયા કે બાંધછોડ કરાઈ.

ગોધરા, ગોધરા બી.એન.ચેમ્બરની બાજુમાં આવેલ સર્વે નં.191/2 પૈકી 1 વાળી જમીનને ગોધરાના તત્કાલીન મામલતદાર દ્વારા એનીમી પ્રોપર્ટી દર્શાવીને તેની ઉપર કાર્યવાહી હાથ ધરી હતી અને આ જમીન ઉપર કબ્જેદારના ભારત મોટર ગેરેજને સીલ કરી આપી જમીનને એનીમી પ્રોપર્ટી દર્શાવી સ્થળ ઉપર પંંચ કેશ બનાવીને જાહેર નોટીસ લગાડવામાં આવી હતી. આ જમીનમાં ભારત મોટર ગેરેજ ધરાવતા કબ્જેદાર સેટલમેન્ટ કમિશ્ર્નરમાંં જતા તેમના દ્વારા પણ એનીમી પ્રોપર્ટી દર્શાવવામાં આવી હતી. ગેરેજ ધરાવતા કબ્જેદાર હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી આ કેશ લઈ જવા છતાં એનીમી પ્રોપર્ટી હોય તેની ઉપર કોઈપણ સુનાવણી નહિ કરીને કેશને ડીસમીસ કરવામાંં આવ્યો હતો.

ગોધરા (ક)ની સર્વે નં.192/2 પૈકી 1 વાળી જમીન એનીમી પ્રોપર્ટી હોય જેને લઈ આ જમીન ઉપર આવેલ ગેરેજ સીલ કરી આખી જમીનને ફેંસીગ કરીને જાહેર નોટીસ લગાડવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આ એનીમી પ્રોપર્ટીમાં વેચાણ દસ્તાવેજ કરીને આ એનીમી પ્રોપર્ટીમાં આવેલ બાંંધકામ તોડી તેમજ જાહેર નોટીસ હટાવીને દસ્તાવેજ કરનારને કબ્જે સોંંપવામાં આવ્યો છે. એક તરફ સરકારી રેવન્યુ વિભાગ મામલતદાર દ્વારા ગેરેજ ધરાવતા કબ્જેદાર માટે આ પ્રોપર્ટી એનીમી દર્શાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ આ એનીમી પ્રોપર્ટી ધરાવતા સર્વે નંબરની મિલ્કતનો વેચાણ દસ્તાવેજ થયા બાદ સર્વે નં.191/2 પૈકી 1 વાળી જમીન એનીમી પ્રોપર્ટી કેમ નહિ તો શુંં વ્યકિત બદલત કાયદા પણ બદલાતા હશે ?