ગોધરા, ગોધરા શહેરમાં ઉનાળાની ઋતુમાં વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગ લાગવાની ધટના એક બાદ એક બની રહી છે. ઉનાળાને લઈને મોટાભાગના ધરોમાં એ.સી.અને અન્ય ઉપકરણો આખી રાત ચાલુ રહેતા હોય છે. જેને કારણે જે તે વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સ્ફોર્મર પર વધુ લોડ આવતો હોય છે. જેની સીધી અસર આગમાં પરીણમે છે. ત્યારે વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગની ધટના બન્યા બાદ વધુ એક વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગની ધટના સામે આવી છે. તા.19મીએ રાત્રિના 11 કલાકે જુના જકાતનાકા નજીક આવેલી આમીના મસ્જિદ પાસે આવેલ વીજ ટ્રાન્સ્ફોર્મર ક્રેશ થઈ ગયુ હતુ. જે બાદ તેમાં આગની બનવા પામી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં અંધારપાટ છવાયો હતો. સમગ્ર વિસ્તારના રહિશોને ભર ઉનાળે રાત્રિના સમયે ગરમીમાં સુવાનો વારો આવ્યો હતો. પશ્ર્ચિમના રગડીયા પ્લોટ, સિગ્નલ ફળિયા, વેજલપુર માર્ગ જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રિ સુધી વીજ પુરવઠો ખોરવાતા ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.