ગોધરા જીલ્લા રમત ગમત સંકુલ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીના છઠ્ઠા રમતોત્સવની શરૂઆત કરાઈ

ગોધરા,

ગોધરા શહેરમાં આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના છઠ્ઠા રમતોત્સવ અમૃતકાલીન ખેલકૂદ મહોત્સવ-2022 ની શરૂઆત થઈ હતી. બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં જિલ્લામાં આવેલી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના છઠ્ઠા રમતોત્સવનો પ્રારંભ થયો હતો. કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે શારીરિક રીતે પણ તૈયાર થઈ શકે તે માટે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરના કનેલાવ ખાતે જિલ્લા રમતગમત સંકુલ ખાતે બે દિવસીય અમૃતકાલીન ખેલકૂદ મહોત્સવ-2022ની શરૂઆત થઈ હતી. બે દિવસ ચાલનારા આ રમતોત્સવમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન પંચમહાલ, દાહોદ, મહીસાગર, દાહોદ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાની 47 કોલેજના વિધાર્થીઓ ભાગ લીધો હતો. આ રમતોત્સવ ડેકાથ્લોન અને હેપ્ટાથ્લોન અંતર્ગત બે દિવસ દરમ્યાન વિવિધ શ્રેણી મુજબ દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ઉંચીકુદ, ચક્રફેંક, વાંસકૂદ અને બરછીફેંક જેવી વિવિધ 26 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ જિલ્લાના 320 ઉપરાંત વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.