ગોધરા જીલ્લા પંંચાયત સમાજ કલ્યાણ અધિકારીને સરકારી કામ કરાવવા માટે 1000રૂા.ની લાંંચ લેવાના કેસમાં સજા અને દંડનો હુકમ કરતી સ્પેશ્યલ કોર્ટ

ગોધરા, ગોધરા જીલ્લા પંચાયત સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતા હોય તા.30/11/2013માંં ક્રોનીકલ અખબાર છપાયેલ એક પ્રસિદ્ધ કરેલ આ જાહેરાતનું બીલ ક્રોનીકલ અખબારના રીપોર્ટર સ્વ.હબીબ પ્રેસવાલાએ રકમ 5,000/-રૂપીયાનુંં બીલ બનાવી જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં મંંજુરી માટે આવેલ જે બીલની રકમનો ચેક લેવા માટે આરોપીએ ફરિયાદી સ્વ.હબીબ પ્રેસવાળા પાસેથી 1,000/-રૂપીયાની લાંચ પેટે માંંગણી કરી હતી. પોતે લાંચ આપવા માંગતા ન હોય જેથી વડોદરા એસીબીમાં ફરિયાદ કરતાં ફરિયાદના આધારે એસીબી વડોદરા પો.ઈ.જી.ડી.પલસાણા એ છટકું ગોઠવી આરોપીને નાણાંની માંગણી તથા નાણાં સ્વીકારતા રંંગેહાથે ઝડપાઈ ગયેલ હતા. આ બાબતે એસીબી કચેરી દ્વારા સંપૂર્ણ તપાસ કરી અને પંંચમહાલ જીલ્લાના સ્પેશ્યલ જજ (એસીબી)સમક્ષ કેસ ચલાવવા માટે ચાર્જશીટ દાખલ કરતાંં નામદાર કોર્ટમાંં સ્પેશ્યલ કેસ નં.3/2014થી ચાલવા ઉપર આવતા સ્પેશ્યલ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતાંં ફરિયાદી પક્ષે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ પુરાવા તથા જીલ્લા સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરની દલીલો અને રજુઆતોને ધ્યાને લઈ નામદાર વડી અદાલતોના ચુકાદાને ધ્યાને લઈ આરોપી સમાજ કલ્યાણ અધિકારી હરીસિંહ કીકાભાઇ મુનીયાને તકસીરવાર ઠરાવીને આરોપી હરીસિંહને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ-7 મુજમ ગુન્હામાં ત્રણ (3) વર્ષની સજા અને 5,000/-રૂા.નો દંડ તથા કલમ 13(1) અને 13(2) મુજબના ગુન્હામાં ચાર વર્ષની સજા અને 10,000/-રૂપીયાનો દંડ ફરમાવતો હુકમ કરવામાંં આવ્યો. જેથી દિવાળીના તહેવારમાં સમગ્ર સરકારી આલમમાં ભ્રષ્ટાચાર આચરનાર લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો.