ગોધરા જીલ્લા માર્ચ-2024 ધો.10 અને ધો.12માં સીસી ટીવીમાં ગેરરીતિ કરતા ઝડપાયેલ 46 વિદ્યાર્થીઓના રીઝલ્ટ સ્થગીત કરાયા

ગોધરા,પંચમહાલ જીલ્લામાં માર્ચ-2024માં ધો.10 અને ધો.12ની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા ખંડમાં મુકવામાં આવેલ સીસી ટીવી કેમેરાના નિરીક્ષણ દરમિયાન 46 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું હતું. તેવા વિદ્યાર્થીઓના રીઝલ્ટ સ્થગીત કરવામાં આવ્યા છે.

માર્ચ-2024માં યોજાયેલ ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના નિરીક્ષણ માટે વર્ગમાં સીસી ટીવીથી સજજ કરવામાં આવ્યા હતા. આ સીસી ટીવી પરીક્ષા બાદ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં પંચમહાલ જીલ્લાના બોર્ડ પરીક્ષા કેન્દ્રોના સીસી ટીવીના નિરીક્ષણ દરમિયાન ધો.10ના 12 વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહના 28 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના 6 વિદ્યાર્થીઓ કાપલી માંથી કોપી કરતા હોય તેવા તેમજ અન્યને કાપલી આપતા હોવાનું સામે આવ્યું હતું. તેવા પંચમહાલ જીલ્લાના કુલ 46 વિદ્યાર્થીઓના રીઝલ્ટ સ્થગીત કરવામાં આવ્યા છે અને બોર્ડ દ્વારા તમામ 46 વિદ્યાર્થીઓને તેમનો પક્ષ મુકવા માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બોર્ડ દ્વારા સુનાવણી બાદ 46 વિદ્યાર્થીઓના રીઝલ્ટ સ્થગીત કરી નિર્ણય અનામત રાખવામાં આવ્યા છે.