- એસીબી તપાસમાં રૂા.20,73,900/-ની અપ્રમાણસરની મિલ્કતો મળી તપાસમાં અપ્રમાણસર મિલ્કતમાં વધારો થશે.
ગોધરા, પંચમહાલ ગોધરામાં ખોરાક અને ઔષદ્ય નિયમન તંત્રમાં સીનીયર ફ્રુડ સેફટી ઓફિસર હાલ નિવૃત્ત હોય સરકારી કર્મચારીએ તા.1/1/2002 થી 01/12/2019 દરમિયાન કાયદેસરની આવક કરતાં ભ્રષ્ટાચાર 20,73,900/-ની સ્થાવર જંગલ મિલ્કતમાં રોકાણ કરેલ હોય અપ્રમાણસર રોકાણ જળવાઈ આવતાં ગોધરા એસીબીએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધી આરોપીના વલસાડવાળા રહેણાંક મકાન ખાતે પંચમહાલ એસીબી એ ઝડતીની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ ગોધરા ખોરાક અને ઔષદ્ય નિયમન તંત્રમાં વર્ગ-2 સીનીયર ફ્રુડ સેફટી ઓફિસર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલ ( તા.31/05/2022નારોજ નિવૃત્ત) હોય નિવૃત્ત બાદ રહે. શારદાધામ સોસાયટી, વલસાડએ પોતાની સીનીયર ફ્રુડ સેફટી ઓફિસર વર્ગ-રની ફરજ દરમિયાન તા.01/01/2002 થી તા.31/12/2019 દરમિયાન કાયદેસર આવકના સાધનો માંથી મેળવેલ આવક કરતાં રૂા.20,73,900/-(21.20%) મિલ્કતો ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી નાણાં મેળવી સ્થાવર જંગલ મિલ્કતોમાં રોકાણ કરેલ હોય અપ્રમાણસરનું રોકાણ જણાઈ આવતાં પંચમહાલ એસીબી દ્વારા અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલની અપ્રમાણસર મિલ્કતના ગુનામાં જુદી જુદી જગ્યાએ એસીબી ટીમો દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને એસીબી દ્વારા અશોકભાઇ પટેલના વલસાડવાળા રહેણાંક મકાનમાં ઝડતી કાર્યવાહી શરૂ કરાઈ છે. અશોકભાઇ પટેલની અપ્રમાણસર મિલ્કત વધે તેવી શકયતાઓ છે.