ગોધરા જય જલારામ સ્કુલમાં વિવાદિત નીટ પરીક્ષામાં 27 ટકા વિદ્યાર્થીઓ પાસ

  • નીટ યુજી પરીક્ષામાં જય જલારામ સ્કુલમાં 181 વિદ્યાર્થીઓ પાસ.

નીટ પરીક્ષામાં ગેરરીતિનો સૌથી ચર્ચિત કેશ ગોધરા પરવડી જય જલારામ સ્કુલમાં વિદ્યાર્થીઓને જેટલી આવડતું હોયને સોલ્વ કરવાનું તેમજ બાકીનુંં પેપર શિક્ષક દ્વારા સોલ્વ કરવાનુંં હતું. નીટ પરીક્ષામાં હેરાફેરી કેશમાં સીબીઆઇ દ્વારા આચાર્ય પુરુષોત્તમ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંંચ આરોપીઓની ધરપકડ કરી છે. નીટ વિવાદ કેશમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ નીટ ઉમેદવારોના કેન્દ્ર અને શહેર મુજબના માર્કસ જાહેર કર્યા છે. ગોધરાના વિવાદાસ્પદ જય જલારામ સ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે 27.93 ઉમેદવારે નીટ પરીક્ષા પાસ કરી છે.

નીટ પરીક્ષા ગેરરીતિના ચર્ચીત મામલો જય જલારામ સ્કુલ ગોધરા પરવડી ગુજરાતનો છે. ગોધરા નીટ પરીક્ષા કેન્દ્ર હેરાફેરી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા આચાર્ય પુરુષોત્તમ શર્મા અને તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં ભૌતિક શાસ્ત્રના શિક્ષક તુષાર ભટ્ટ નીટ પરીક્ષા કેન્દ્રના ડે.સુપ્રિટેન્ડન્ટ બનાવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓનું નીટ પરીક્ષામાં ચોરી કરવાનું સેટીંગ હતું. તેવા વિદ્યાર્થીઓને આવડે તેટલુંં પેપેર સોલ્વ કરવાનું કહેવામાં આવ્યું હતું. બાકીનું પેપર સોલ્વ કરવાની જવાબદારી તુષાર ભટ્ટની હતી. તુષાર ભટ્ટ દ્વારા કબુલાત કરી હતી કે તેણે પેપર સોલ્વ કરવાના બદલામાં ઉમેદવાર પાસેથી 10-10 લાખની માંગણી કરી હતી અને 7 લાખ રૂપીયા સહિત 16 ઉમેદવારોના નામ રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રની યાદી મળી હતી. આ વિવાદિત પરીક્ષા કેન્દ્રના કોર્ડ નં.220502 છે. નીટ જાહેર કરાયેલા રેટા મુજબ કુલ 648 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંથી 181 વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા પાસ થયા છે.