ગોધરાના ચાંચપુર ગામ સર્વે નં.138/1 વાળી જમીનના દસ્તાવેજ માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે ખોટી મહિલાની પોલીસ મથકે ફરિયાદ

ગોધરા,
ગોધરા તાલુકાના ચાંચપુરના સર્વે નં.138/1 વાળી જમીનમાં ફેબ્રુઆરી 2021ના રોજ બોગસ વેચાણ દસ્તાવેજ નોંંધાવતી વખતે બે ખોટી મહિલાઓને સબ રજીસ્ટ્રાર કચેરી ગોધરા ખાતે રજુ કરી ખોટો દસ્તાવેજ બનાવી એકબીજાની મદદગારી કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના ચાંચપુર ગામે ખાતા નંબર 94 ના રે.સર્વે નંબર 138/1 હે.આર.ચો.મી. 3.49.03 વાળી જમીનમાં તા.4/2/2021ના રોજ બોગસ વેચાણ દસ્તાવેજ નં.988/2021ની નોંધણી કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓ સુર્યાબેન સોમાભાઈ રાઠોડ (રહે. વચલું ફળીયું, ચાદણીયા, ઝાંઝરીપુરા), નિરવકુમાર ગણપતસિંહ ચૌહાણ ( રહે. નથાધરા, બેઢીયા), મંગળભાઈ શંકરભાઇ ચૌહાણ તથા ચૌહાણ મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ (રહે. કાનોડ), કૈલાશબેન જેઠાભાઇ રાઠોડ (રહે. ઝાંખરીપુરા, નેસડા), ચંપાબેન ગણપતભાઈ ગોહિલ (રહે. ખડકી, તા.કાલોલ) એ આ જમીનના સહભાગીદારો કૈલાશબેન દશરથભાઈ રાઠોડ તે વિક્રમસિંહ રાઠોડની પત્ની તથા ચંપાબેન રાયજીભાઈ રાઠોડની જગ્યાએ આરોપીઓએ અન્ય ખોટી વ્યકિતઓને ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી હાજર રાખી ખોટો દસ્તાવેજ બનાવી એકબીજાને મદદગારી કરતાં આ બાબતે ગોધરા મામલતદાર કચેરીના ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મુકેશકુમાર રામસિંહ મછારે આરોપી વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.