ગોધરા,
ગોધરા શહેરમાં જૈન દેરાસર રોડ ઉપર મેઈન બજારમાં આવેલ સિટી સર્વે નં.-૧૭૬૪માં આવેલ જુના મકાનને તોડીને નવુ બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. સિટી સર્વે નં.-૧૭૬૪માં નોંધ નં.-૨૧૧૧માં ૬૦.૭૫.૮૭ હોય ત્યારે રેકર્ડ સાથે ચેડાં કરીને નોંધ નં.-૪૪૯૧માં ૬૭.૭૫.૮૭ કરેલ છે. આ જમીન ૭ ચોરસ મીટર કાગળો ઉપર વધારીને એપાર્ટમેન્ટના બાંધકામને શ‚ કરવામાં આવ્યુ છે. બિલ્ડર લાંબી દ્વારા મુળ કાગળોમાં ચેડાં કરીને વહીવટી તંત્રના મળતિયા સાથે મળીને ૭ ચોરસ મીટરનો વધારો કરવામાં આવેલ છે.
ગોધરા શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બાંધકામ થઈ રહેલા એપાર્ટમેન્ટમાં પાર્કિંગની સુવિધા રાખવામાં આવશે ખરી ? સર્વે નં.-૧૭૬૪માં ૭ ચોરસ મીટરના વધારો કરવાના મામલે અરજદાર દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર, એસ.એલ.આર, અને નગરપાલિકા ચીફ ઓફિસર, ટાઉન પ્લાનરને લેખિત રજુઆત કરવામાં આવી છે ત્યારે કાગળોમાં ચેડાં કરીને ૭ ચોરસ મીટર જમીન વધારીને બાંધકામ શરૂ થયેલ છે તે બાંધકામને પાલિકા ટાઉન પ્લાનિંગ કે વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને અટકાવવામાં આવશે ખરું..?