ગોધરા,
ગોધરાની સબજેલમાં કાચાકામના કેદીના સફેદ ઝભ્ભામાંથી બેટરી અને સીમકાર્ડ વગરનો બંધ હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.પોલીસ દ્વારા મોબાઈલ ફોનનો કોણે ઉપયોગ કર્યો છે તેમજ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે આવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગોધરા શહેરની સબજેલમાં અગાઉ કેદીઓ દ્વારા જેલમાં સંતાડેલા મોબાઈલ ફોન અમદાવાદની ઝડતી સ્કોર્ડ દ્વારા ચેકિંગ દરમિયાન પકડાઈ આવ્યા હતા. ત્યારે ગોધરાની સબજેલમાં કાચાકામના કેદીના પહેરવાના ઝભ્ભામાંથી એક સીમકાર્ડ વગરનો મોબાઈલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ગોધરા સબજેલમાં બેરેકમાં કેદીઓની ઝડતી ચેકિંગ દરમિયાન સબજેલની પોલીસને કાચાકામના કેદી મારફતે બાતમી મળી હતી કે, બેરેક નં-3મમાં સફેદ કલરનો જભ્ભો લટકે છે તેમાં મોબાઈલ ફોન છે. તે બાતમીના આધારે પોલીસે બેરેક નં-3માં તપાસ કરતા ઝભ્ભામાંથી બેટરી અને સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે સફેદ ઝભ્ભાની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે,ઝભ્ભો કાચાકામના કેદી નોૈમાન અ.સત્તાર ટપનો છે. જે ગુનાની ફરિયાદના આધારે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.