ગોધરા જહુરપુરા પોસ્ટ ઓફિસ બાજુમાંં ઈશાક મુસા બોકડાના આરોપી ભાઈએ તેમના રહેણાંક મકાનના ઝગડો ચાલતો હોય અને ઈલેકટ્રીક બીલના નાણાંં ભરવા ઝગડાની અદાવતમાં ફરિયાદીને ધર આગળ બોલાવીને કમરના ભાગે પાવડો મારી ઇજાઓ કરી હતી. જ્યારે અન્ય 7 આરોપી દ્વારા પણ મદદગારી કરવામં આવી હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હોય 2013ના બનાવનો કેશ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો.
ગોધરા કોર્ટના હુકમમાંં આરોપીઓ ઈકબાલ મુસા બોકડા, મુન્ના ઉર્ફે મોહમંદ યુસુફ મહેમદ કાલુ, અનશ મહમદ કાલુ, મોહમંદ સાદીક એહમદ કાલુ, ઉમર ફારૂક એહમદ કાલુ, ઈમરાન એહમદ કાલુ, સરફરાજ એહમદ કાલુ ઓને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-248(ર) અન્વયે ભારતીય દંડ સંહિતા કલમ-323 મુજબ ગુનામાંં દોષીત ઠેરાવી 6 માસની સજા તથા પ્રત્યેક આરોપીને 1000/-રૂપીયા લેખે દંડનો હુકમ કરવામાં આવ્યો જો દંડ ન ભરે તો બે માસની વધુ સજાનો હુકમ કરવામાં આવ્યો. આરોપીઓને કલમ-248(ર) અન્વે ભારતીય દંડ સંહિતાની કલમ-325 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા અને પ્રત્યેક વ્યકિત દીઠ 1000/-રૂપીયાનો દંડ કરવામાં આવ્યો. આરોપી ઈકબાલ મુસા બોકડા, મોહમંદ સાદીક એહમદ કાલુ, ઉમર ફારૂક એહમદ કાલુ, સરફરાજ કાલુએ સજા સાથે ભોગવવાની તેવો હુકમ કરવામાં આવ્યો.