ગોધરા,ગોધરા જાફરાબાદ જી મીનરલ વોટર પાસે બાઈક લઈને ઉભા હતા. ત્યારે આરોપીઓ ઓટા ગાડી લઈ આવ્યા હતા અને બાઈક હટાવી લેવા ગાળો આપતા હોય ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો મારમારી તેમજ અન્ય આરોપી ઈસમોએ ટીયુવી ગાડી માંથી સાયલન્સર કાઢી છાતી અને દાઢીના ભાગે મારી ઇજાઓ કરી જાતિઅપમાનિત કરી ગુનો કરતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જાફરાબાદ જી મિનરલ વોટર પાસે જય તથા હની પોતાની બાઈક લઈને ઉભા હતા. ત્યારે આરોપીઓ મહેશભાઇ કેશરસિંહ પરમાર અને શીતલબેન મહેશભાઇ પરમાર ઓટા ગાડી લઈ આવેલા હતા અને જય અને હનીને રોડ વચ્ચેથી બાઈક હટાવી લેવાનું કહીને ગાળો આપતા હોય જેથી જય અને હનીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ પટ્ટાવડે તેમજ ગડદાપાટુનો મારમારર્યો હતો. અને શીતલબેન પરમારએ ફોન કરી અન્ય આરોપીઓ સ્વનીલ વિનોદ ચાવડા, નર્મદાબેન વિનોદભાઇ ચાવડાને બોલાવતા આરોપીઓ ઓટી યુવી ગાડી માંથી સાયલન્સર ક ાઢી જય અને હનીને હાથ અને પગના ભાગે તેમજ વ્રજને છાતીના અને દાઢીના ભાગે વગાડી આરોપીઓએ જાતિ વિષયક અપશબ્દો બોલી જાતિઅપમાનિત કર્યા હોય આ બાબતે આરોપીઓ વિરૂદ્ધ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.