ગોધરા, ગોધરા જાફરાબાદ-કાંસુડી રોડ ઉપર શિવશકિત સોસાયટીનું ફરિયાદીનું મકાન આરોપીને રહેવા માટે તેના મકાનનું રીનોવેશન ન થાય ત્યાં સુધી આપેલ હતું. આરોપીના મકાનનું કામ પુરુ થતાં મકાન ખાલી કરી કબ્જો સોંપવાનું જણાવતા થોડા સમય પછી ખાલી કરીશું તેમ કહી મકાન પચાવી પાડવા કબ્જો કરી લેતાં આ બાબતે ગોધાર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જાફરાબાદ-કાંસુડી રોડ ઉપર આવેલ શિવશકિત સોસાયટીમાં ફરિયાદી આકાશ રાજેશકુમાર દરજીનું મકાન આરોપી નિકુંજકુમાર મહેશભાઇ ગોહિલ એ ફરિયાદીને અમે જે મકાનમાં રહેવા ગયા છે. તે મકાન જર્જરીત હોય જેથી મકાનનું રીનોવેશનનું કામ કરાવવાનાુંં ચાલું હોય જેથી અમારે રહેવાની અગવડ પડે છે. જેથી અમારા મકાનનું રીનોવેશન થાય ત્યાં સુધી થોડો સમય તમારા મકાનની ચાવી આપો તેમ કહેતા આકાશ રાજેશકુમાર દરજીએ માલિકીનું મકાન આરોપીને રહેવા માટે ચાવી આપેલ હતી. આરોપી નિકુંજકુમાર ગોહિલના મકાનનું રીનોવેશન કામ પુરું થતા આકાશ દરજીએ મકાન ખાલી કરી કબ્જો સોંપવાનુંં કહેતા થોડા સમય પછી ખાલી કરી આપીશું તેમ કહી મકાન ખાલી નહી કરી આપી મકાન પચાવી પાડવાના હેતુથી ગેરકાયદેસર કબ્જો કરી મકાનનો કબ્જો નહિ સોંપતા આ બાબતે આકાશ દરજીએ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે આરોપી નિકુંજ મહેશભાઇ ગોહિલ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.