- સાથી યુવક પણ ચાલુ ટ્રેનમાં કુદી પડતાં ઈજાઓ થવા પામી.
ગોધરા, ગોધરા શહેર જાફરાબાદ ફાટક પાસેથી પસાર થતી ઝાંસી એકસપ્રેસ ટ્રેન જે ઝાંસી થી મુંબઈ જઈ રહી હતી. ત્યારે ઝાંંસીના બે યુવકો સુરત જઈ રહ્યા હતા. બે પૈકી અકે યુવક જનરલ કોચના દરવાજા પાસે મોબાઈલ ચલાવી રહ્યો હતો. તે અચાનક ટ્રેન માંથી પડી જતાં યુવકનુંં મોત નિપજાવા પામ્યું. સાથી યુવકને જાણ થતાં યુવક પણ ચાલુ ટ્રેન માંથી કુદી પડતા તેને પણ ગંભીર ઈજાઓ થવા પામી. ગોધરા રેલ્વે પોલીસને જાણ થતાં ધટના સ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા નજીક જાફરાબાદ ફાટક નજીકની ઝાંસી થી મુંબઈ જઈ રહેલ ઝાંસી એકસપ્રેસ ટ્રેનમાં સુરત જઈ રહ્યા હતા. આ ટ્રેનમાં બે ઝાંસીના યુવકો ટ્રેન મારફતે સુરત જઈ રહ્યા હતા. સુરત ખાતે સાડી બનાવવાના દોરાની કામગીરી માટે ઝાંસીના ઈન્દ્રેશ યાદવ અને વિકાસ યાદવ મુસાફરી કરી રહયા હતા. ટ્રેનના જનરલ કોચમાંં દરવાજા પાસે ઈન્દ્રેશ યાદવ બેસીને મોબાઈલ ફોન ચલાવતો હોય મોબાઈલ ફોન ટ્રેન માંથી નીચે પડી જતાં મોબાઈલ બચાવવા માટે પ્રયાસ કરતાં ઈન્દ્રેશ યાદવ ટ્રેન માંથી પડી જતાં કપાઈ જતાં મોત નિપજાવા પામ્યું. બનેવીને બચાવવા માટે સાળો વિકાસ યાદવ પણ ચાલુ ટ્રેન માંથી કુદી પડતાં પગના ભાગે ઈજાઓ થવા પામી છે. આ બનાવની જાણ ગોધરા રેલ્વે પોલીસને થતાં રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પી.એમ.અર્થે ગોધરા સિવિલમાં મોકલી આપવામાં આવ્યો.