ગોધરા જાફરાબાદ દર્શન સોસાયટીમાં ચોરીના ગુનાના આરોપીની જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા, ગોધરાના જાફરાબાદ દર્શન સોસાયટીમાં થયેલ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરેલ હોય આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી.

ગોધરાના જાફરાબાદ વિસ્તારના દર્શન સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી ધર માંથી 1,21,000/-રૂપીયાની મત્તાની ચોરીની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. આ ચોરીના ગુનામાં આરોપી મલીન્દરસીંગ ઉર્ફે મલ્લી માનસીંગ પરમસીંગ ટાંક (સીકલીગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ આરોપી દ્વારા રેગ્યુલર જામીન અરજી પ્રિન્સીપલ ડીસ્ટ્રીટક સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં કરેલ હોય આ જામીન અરજીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો રજુ કરેલ હોય જેને ધ્યાને લઈ આરોપી મલીન્દરસીંગ ઉર્ફે મલ્લી માનસીંગ પરમસીંગ ટાંકી (સીકલીગર)ની જામીન અરજી નામંજુર કરાઈ.