ગોધરા,ગોધરા આઈ.ટી.આઈ.ની બાજુમાં આવેલ તુલસી સોસાયટી વિસ્તારના રહિશો દ્વારા 2012 થી રસ્તાની માંગણી કરવામાં આવી રહી હોય જે માંગ પુરી નહિ થતાં રહિશો દ્વારા રોડ નહિ તો વોટ નહિના બેનરો મારી લોકસભા ચુંટણી મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ગોધરા આઈ.ટી.આઈ.ની બાજુમાં તુલસી સોસાયટી આવેલ છે. આ સોસાયટીના રહિશો દ્વારા 2012 થી રસ્તાની માંંગણી કરવામાં આવી રહી છે. સોસાયટીના રહિશો અત્યાર સુધી આઈ.ટી.આઈ. કંપાઉન્ડ ખુલ્લુ રહેતા ત્યાંંથી અવરજવર કરતા હતા. પરંતુ આઈ.ટી.આઈ.ની નવિનીકરણ બાદ કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવતા અવરજવરનો રસ્તો બંધ થયો છે અને હાલમાં તુલસી સોસાયટીના રહિશો આદિત્ય એપાર્ટમેન્ટની બાજુ માંથી કાચા રસ્તેથી અવરજવાર કરી રહ્યા છે. આવનાર દિવસોમાં ચોમાસાની સીઝન શરૂ થતી હોય ત્યારે હાલ કાચા રસ્તા કોતરવાળા વિસ્તાર માંથી પસાર થાય છે. આ કોતરમાં ચોમાસાની સીઝનમાં પાણીની આવક સાથે આ સોસાયટીના રહિશોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. સ્થાનિક રહિશો દ્વારા રસ્તા માટે અવારનવાર રજુઆત કરવા છતાં રસ્તાની માંગ પુરી કરવામાંં તંત્ર નિષ્ફળ રહ્યુંં હોય જેને લઈ તુલસી સોસાયટીના રહિશો દ્વારા યોજાનાર લોકસભા ચુંટણીમાંં મતદાન બહિષ્કાર કરવાના બેનરો લગાડવામાં આવ્યાો. બેનરો ઉપર રોડ નહિ તો વોટ નહિ એવા બેનરો મારવામાં આવતાં રસ્તાની માંગ સાથે મતદાન બહિષ્કારના નિર્ણયને લઈ રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો છે.