ગોધરા ઈદગાહ મોહલ્લા મેસરી નદીના ધસમાં જુગાર રમતા 4 આરોપીઓને પોલીસે ઝડપ્યા

ગોધરા,ગોધરા ઈદગાહ મોહલ્લા શેખ હાજી કબ્રસ્તાનની પાસે મેસરી નદીના ધસમાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે બી-ડીવીઝન પોલીસે રેઈડ કરી 4 ઈસમોને 1540/-રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા ઈદગાહ મોહલ્લા શેખ હાજી કબ્રસ્તાનના પાસે મેસરી નદીના ધસમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન શોએબ અહેમદ ગોરા, ઈરફાન હૈદર શેખ, શબ્બીર મોહંમદભાઈ મન્સુરી, રમજાની યુસુફ ડમરી ને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને પકાયેલ ઈસમોને અંગઝડતી અને દાવ પર મુકેલ 1540/-રૂ.ના મુદ્દામાલને કબ્જે લઈ જુગારધારા હેઠળ બી-ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.