ગોધરા,ગોધરા હોળી ચકલા દરગાહ પાસે આરોપીઓ મોબાઈલ ફોનમાં માસ્ટર આઈડીથી સટ્ટાના જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે ઈસમોને 50,000/-રૂપીયાના મુદ્દામાલ સાથ ઝડપી પાડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા હોળી ચકલા દરગાહ પાસે આરોપી અલીઅસગર ઈર્શાદ બરોડાવાલા (રહે. ફુલ સૈયદ પાર્ક સોસાયટી) તેના મોબાઈલ એપ દ્વારા માસ્ટર આઈડી થી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી આરોપી અલીઅજગર ઈર્શાદ બરોડાવાલા, આદીલ અરબને મોબાઇલ ફોન સહિત 50,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંં આવ્યા. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.