ગોધરા, ગોધરા શહેરના વડોદરા હાઇવે માર્ગ પાસે આવેલા નાદરખા અને વેજલપુર વચ્ચે કુશા કેમિકલ ની આગળ એક અજાણ્યા વાહન ચાલકે રીક્ષા ચાલકને અડફેટમાં લેતા રિક્ષામાં સવાર ત્રણ લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.જેમાં એક આધેડ મહિલાનું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યં મોત નિપજ્યું હતું. જ્યારે 11વર્ષીય બાળકીની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક બાળકી અને તેની માતાને 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 11 વર્ષીય બાળકીની હાલત ક્રિટિકલ હોવાના કારણે તેને વડોદરા ખસેડવામાં આવી છે. જ્યારે ઘટનાની જાણ વેજલપુર પોલીસના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરેલ છે.
આ બનાવ સંદર્ભે ગોધરા શહેરના બહારપુરા સ્મશાન રોડ વિસ્તારમાં આવેલ ભૂતડી ઝાપાં વિસ્તારમાં રહેતા રતનબેન કાળુભાઈ ચૌહાણ અને તેમની દીકરી નિશાબેન અને પૌત્રી ભાર્ગવી બેન ગોધરા થી વેજલપુર એક રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે ગોધરા વડોદરા હાઇવે પાસે આવેલ નાદરખા અને વેજલપુર વચ્ચે કુશા કેમિકલ ની આગળ એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર રતનબેન કાળુભાઈ ચૌહાણ નું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નિશાબેન કાળુભાઈ ચૌહાણ ઉવ.40 ને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે ભાર્ગવી બેન ભરતભાઈ પ્રણામી ઉંવ 11 વર્ષ ને માથાના અને પગના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો વેજલપુર પોલીસ મથકના પીએસઆઇ ઘટના સ્થળ ઉપર પહોંચી ને વધુ તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો છે.