ગોધરા, ગોધરા શહેરની જનરલ (જુની) હેડ પોસ્ટ ઓફિસની બહાર ગેરકાયદેસરના દબાણોને લઈ લોકોને હેરાનગતિ થતી હોય છે. ત્યારે જનરલ પોસ્ટ ઓફિસની બહારના દબાણો દુર કરવાની માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રભારી દ્વારા ગાંધીનગર મુખ્યમંંત્રી કાર્યાલય એ લેખિત રજુઆત કરાઈ.
ગોધરા શહેર જનરલ (જુની) હેડ પોસ્ટ ઓફિસની બહાર અનેક ગેરકાયદેસર દબાણો થયેલ છે. દબાણોને લઈ પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને હેરાનગતિ થતી હોય છે. ગોધરા હેડ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર આપવામાં આવેલા છે. આ પાસપોર્ટ કેન્દ્ર ઉપર પંચમહાલ, દાહોદ અને મહિસાગરના લોકો મોટા પ્રમાણમાંં આવતા હોય તેઓને દબાણોને લઈ જુની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્ર દેખાતા બંધ થઈ ગયા છે. જીલ્લાના અને જીલ્લા બહારથી આવનારા લોકોને પોસ્ટ ઓફિસ શોધવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પોસ્ટ ઓફિસની બહારા આડેધડ વાહનોના પાર્કિંગને લઈ લોકોને તકલીફ પડતી હોય છે. ત્યારે ગોધરાની હેડ પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટ પાસના દબાણો દુર કરવામાંંઆવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રભારી આશીષ પટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલાય ખાતે લેખિતમાંં રજુઆત કરાઈ.