રવિવારે ગોધરા ખાતે વર્ષ 2023માં પસંદગી પામેલ હજયાત્રીઓનો ટ્રેનિંગ કેમ્પ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ગોધરા હમીરપુર પાસે યોજવામાં આવેલ હતો. જે કેમ્પમાં શહેર અને જિલ્લાના હાજીઓ હાજર રહ્યા હતા પણ કેમ્પ ખાતે હજ ટ્રેનરો સિવાય ગુજરાત રાજ્ય હજ કમિટીના કોઈ પણ જવાબદાર લોકો કેમ્પ ખાતે હાજર નહિ રહેતા હાજીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવેલ હતો.
હજટ્રેનિંગ કેમ્પમાં વિરોધ કરતાં કેન્સલ કરવામાં આવેલ હતો. હજ ટ્રેનરો ટ્રેનિંગ આપ્યા વિના પરત ફર્યા હતા. પાછલા ઘણા સમયથી 2023માં હજયાત્રાના ભાવમાં ધરખમ વધારો થતા હાજીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કેમ્પમાં હજકમિટી અમદાવાદ ખાતેના જવાબદાર લોક કેમ્પમાં આવવાના હતા. જેમને હાજીઓ દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવેલ છે તેનો કોઈ જવાબ નહિ મળતા હોબાળો મચાવવામાં આવેલ હતો. હાજીઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો હતો.
શહેર અને જિલ્લાના હાજીઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2019માં એક હાજી દીઠ 2,36,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. જેમાં સાઉદી રિયાલ અને બેગની કિંમતનો પણ સમાવેશ થવા પામેલ હતો. ત્યાર બાદ 2022માં સીધો રૂા. 1,42,000નો વધારો કરીને હાજીઓ પાસેથી 3,78,100 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જેને લઈને 2022માં ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આશ્વસન આપવામાં આવેલ હતું કે સાઉદીમાં ભાવ વધારાને લઈને ભાવ વધારો કરવામાં આવેલ છે અને આ ભાવ વધારો ચાલુ વર્ષ પૂરતો જ છે તેવું કહેવામાં આવેલ હતું.
ભવિષ્યમાં આ ભાવ વધારો પાછો પરત ખેંચવાનું આશ્વસન આપવામાં આવેલ હતું. ઉલ્ટાનું 2023ના હજયાત્રામાં રૂ 3,72,824ની રકમ વસુલવામાં આવી છે. 2100 રીયાલ અને બેગો આપવાનું પણ બંધ કરવામાં આવેલ છે આવી દરેક સમસ્યાઓને લઈને હાજીઓ દ્વારા ગુજરાત રાજ્ય હજ કમિટી સામે રોષ ઠાલવીને આજ રોજ હોબાળો મચાવી હજટ્રેનિંગ કેમ્પ કેન્સલ કરવામાં આવેલ હતો.