ગોધરા હમીરપુર કોતર પાસે રેતી પ્લાન્ટ નજીક જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપ્યા

ગોધરા હમીરપુર ગામે કોતર પાસે રેતીના પ્લાન્ટ નજીક કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી રૂ.42,630/-નો મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા હમીરપુર ગામે કોતર પાસે રેતીના પ્લાન્ટ પાસે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જાબીર ઉર્ફે બાબલો સુલેમાન મીઠા, સઈદ ઉર્ફે ધમેલી યુસુફ બદામ, બિલાલ ખાલીમ હસન, ઈલ્યાસ હયાત ઉર્ફે દરાખને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂપિયા, મોબાઈલ ફોન નંગ-3, મોટરસાયકલ નંગ-1, મળી કુલ રૂ.42,640/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જયારે ચાર ઈસમો રેઈડ દરમિયાન નાસી છુટ્યા હતા. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવવા પામ્યો હતો.