ગોધરા, ગોધરાના હમીરપુર રોડ મેશરી નદીના ધસમાં જુગાર રમાતો હોય તે સ્થળે પોલીસે રેડ કરી ત્રણ ઈસમોને ઝડપી પાડી 19,420/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના હમીરપુર રોડ મેશરી નદીના ધસમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન ઈકબાલ સત્તાર ગીતેલી ઉર્ફે ઈકબાલ દલ્લી, લાલાભાઈ મયુરભાઈ ભોઈ, રાજુભાઈ વાડીલાલ ભોઈને ઝડપી પાડી રોકડા 141,420/-રૂપીયા મોબાઈલ ફોન મળી કુલ 19,420/-રૂપીયાના મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે બી ડીવીઝન પોલસી મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.