- ડમ્પીંગ સાઈડ નજીકના ગામોમાં દુર્ગંંધ અને જીવાતનો ઉપદ્રવ થી લોકો પરેશાન.
- હમીરપુર પંચાયત દ્વારા ડમ્પીંગ સાઇડની સમસ્યાને લઈ ચીફ ઓફિસરને લેખિત રજુઆત.
ગોધરા,
ગોધરા તાલુકા હમીરપુર ગ્રામ પંચાયત નજીક ગોધરા પાલિકા દ્વારા ડમ્પીંગ સાઈડ ઉપર આડેધડ કચરો ઠાલવી દેવામાં આવતાં ગંદકી અને દુર્ગંધ થી હમીરપુર તેમજ આસપાસના ગામોના લોકો પરેશાન થઈ રહ્યા છે અને ગંદકીને લઈ રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યા છે. ત્યારે આ ડમ્પીંગ સાઈડ ઉપર ઠલવાતા કચરાનો નાશ કરવામાં આવે તો જરૂરી છે. તેવી માંગ સાથે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ.
ગોધરા પાલિકા વિસ્તાર માંંથી ધન કચરાના નિકાલ માટે હમીરપુર નજીક ડમ્પીંગ સાઈડ ઉભી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના ગંદકી અને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. તેમાં પણ ડમ્પીંગ સાઈડ મરેલા પશુઓ પણ ફેંકવામાં આવે છે. પાલિકાના કચરાના વાહનો દ્વારા ડમ્પીંગ સાઈડની આસપાસ પણ કચરો ઠાલવી દેવામાં આવતો હોય છે. જેને લઈ ડમ્પીંગ સાઈડ નજીકના ગામો હમીરપુર, મોદીના મુવાડા, લખમણપુરા, રણછોડપુરા, ચિખોદ્રા જેવા ગામોમાં ડમ્પીંગ સાઈડમાં ઠલવાયેલ કચરાની દુર્ગંધ અને ગંદકીનો ભોગ બની રહ્યા છે. ડમ્પીંંગ સાઈડ ઉપર કુતરા અને ડુકકરનો પણ ત્રાસ વધ્યો છે. ગંદકીને લઈ જવાતોનો ઉપદ્રવથી આસપાસના ગામોના રહિશો પરેશાન થઈ રહ્યા છે અને દુર્ગંધ અને ગંદકીને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. ગરીબ લોકોને દવા ગોળીઓના ખર્ચ આવી મોંધવારીમાં પરવડતો નથી.
હમીરપુર નજીક જ્યારે પાલિકા દ્વારા ડમ્પીંંગ સાઈડ બનાવવામાંં આવી ત્યારે ઠલવાતા ધન કચરાને સેન્દ્રીય ખાતરમાં ક્ધવરટ કરવાનો પ્રોજેકટ હતો. તેની અમલવારી નહિ કરતાં ગંદા કચરાના ઢગલાઓ થયેલ છે અને તેની ગંદકીના ભોગ આસપાસના ગામોના લોકો બની રહ્યા છે. ગોધરા પાલિકાની ડમ્5ીંગ સાઈડ ખાતે સેન્દ્રીય ખાતર બનાવવાના પ્લાન્ટ શરૂ કરવા માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફળવાઈ હતી. તેના પાલિકા દ્વારા યોગ્ય ઉપયોગ નહિ કરતાં ડમ્પીંગ સાઈડ ઉપર ઠલવાતા ધન કચરાનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી. જો સાચા અર્થમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ડમ્પીંંગ સાઈડ સેન્દ્રીય ખાતર બનાવવાના પ્રોજેકટની અમલવારી કરાઈ નથી. ત્યારે ગોધરા પાલિકાની ડમ્પીંંગ સાઈડને લઈ પરેશાન થતાં હમીરપુર ગ્રામ પંચાયતના સરપંચ અને રહિશો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી સમસ્યા હલ કરવા રજુઆત કરાઈ.