ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરોમાં રાત-દિવસ દોડતા વાહનો ઉપર એસ.ટી. નિગમનું તત્ર એટલું બધું મહેરબાન બની ગયું છે. ગોધરા-હાલોલ રોડ ઉપર દોડતા વાહનોને બસ સ્ટેશનો માંથી વાહનોનો પેસેન્જર ભરવાનો પરવાનો આપી દીધો હોય તેમ ડાયરેક બસ સ્ટેશન માંથી બસ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર થી મુસાફરો ભરતા હોવાથી જાગૃત નાગરિક દ્વારા બે અલગ-અલગ વિડ્યો બનાવ્યા હોવાનો વિડિઓ સામે આવ્યો આવ્યો છે. જેથી એસ.ટી. નિગમના તંત્રને ટેબલ નીચે મોટી નોટોનો પ્રસાદ પહોંચી જતો હોય જેના કારણે મૂકપ્રેશક બની રાજ્ય સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી પોતાના ખિસ્સા ભરતા હોય તેમ લાગી રહયુ છે.
એક સમય એવો હતો કે એસ.ટી. નિગમનું તંત્ર અઠવાડિયામાં બે થી ત્રણ વખત જીલ્લા ટ્રાફિકને સાથે રાખી જોઈન્ટ ચેકીંગ કરતા હતા. જેથી ગોધરા-હાલોલ રોડ ઉપર જોઈન્ટ ચેકીંગની ખબર પડતાંની સાથે ગોધરા-હાલોલ રોડ ઉપર સન્નાટો છવાય જતો હતો અને રાજ્ય સરકારની એસ.ટી. નિગમને લાખો રૂપિયાની આવક થતી હતી. ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરોમાં ચાલતા વાહનો બસ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર થી પેસેન્જરો ભરવાની હિંમત તો શું ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરોમાં ફરવાની હિંમત પણ કરતા ન હતા અને અત્યારે જાણે એસ.ટી. નિગમના અધિકારીઓને મોટી મોટી નોટોનો મોટો પ્રસાદ તેઓના ટેબલો સુધી પહોંચી જતા હોવાથી ગોધરા-હાલોલ રોડ ઉપર ચેકિંગ કરવાનું છોડી દીધું હોય તેમ લાગી રહયુ છે.
જેથી ગોધરા-હાલોલ રોડ ઉપર દોડતા વાહન ચાલકોને મોકળું મેદાન મળી ગયું છે અને ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમની બસો હાઇવે ઉપર ખાલી ખમ દોડતી હોવાથી ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ વિભાગની તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન થતું દેખાય રહયું છે અને એસ.ટી. તંત્રના અધિકારીઓની નબરી કામગીરી કરી રહયા હોવાથી એક કહાવત સાર્થક બની (ના બાપ બડા ના ભય્યા બડા સબસે બડા રૂપૈયા ) જેથી હવે ઘણા વર્ષો થી ભૂલી પડેલ એસ.ટી. વિભાગની ટીમ જાગશે ખરી કે પછી ટેબલોના નીચેના વેહવારોની નિદ્રામાં રહેશે તે હવે આવનારો સમય બતાવશે.