ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરોમાં દોડતા વાહનો ઉપર એસ.ટી તંત્ર એટલું બધું મહેરબાન

  • વેજલપુર બસ સ્ટેન્ડમાંથી વાહનોમાં પેસેન્જર ભરતા હોવાનો વીડિયો સામે આવ્યો

ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરો માં રાત દિવસ દોડતા વાહનો ઉપર એસ.ટી નિગમ નું તંત્ર એટલું બધું મહેરબાન બની ગયું છે ગોધરા-હાલોલ રોડ ઉપર દોડતા વાહનો ને બસ સ્ટેશનોમાંથી વાહનોનો પેસેન્જર ભરવાનો પરવાનો આપી દીધો હોય તેમ ડાયરેક બસ સ્ટેશન માંથી બસ સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર થી મુસાફરો ભરતા હોવાથી જાગૃત નાગરિક દ્વારા બે અલગ અલગ વીડિયોે બનાવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે જેથી એસ.ટી નિગમના તંત્ર ને ટેબલ નીચે મોટી નોટોનો પ્રસાદ પહોંચી જતો હોય જેના કારણે મુકપ્રેક્ષક બની રાજ્ય સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી પોતાના ખિસ્સા ભરતા હોય તેમ લાગી રહ્યુુ છે .

એક સમય એવો હતો કે એસ.ટી નિગમનું તંત્ર અઠવાડિયામાં બે થી ત્રણ વખત જીલ્લા ટ્રાફિક ને સાથે રાખી જોઈન્ટ ચેકીંગ કરતા હતા જેથી ગોધરા-હાલોલ રોડ ઉપર જોઈન્ટ ચેકીંગની ખબર પડતાં ની સાથે ગોધરા-હાલોલ રોડ ઉપર સન્નાટો છવાઈ જતો હતો અને રાજ્ય સરકાર ની એસ.ટી નિગમને લાખો રૂપિયા ની આવક થતી હતી ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરો માં ચાલતા વાહનો બસ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર થી પેસેન્જરો ભરવાની હિંમત તો શું ગોધરા-હાલોલ રોડ ઉપર પેસેન્જરોમાં ફરવાની હિંમત પણ કરતા ન હતા .

અને અત્યારે જાણે એસ ટી નિગમ ના અધિકારીઓ ને મોટી મોટી નોટો નો મોટો પ્રસાદ તેઓ ના ટેબલો સુધી પહોંચી જતા હોવાથી ગોધરા હાલોલ રોડ ઉપર ચેકિંગ કરવાનું છોડી દીધું હોય તેમ લાગી રહયુ છે. જેથી ગોધરા -હાલોલ રોડ ઉપર દોડતા વાહન ચાલકો ને મોકળું મેદાન મળી ગયું છે અને ગુજરાત રાજ્ય એસ.ટી નિગમ ની બસો હાઇવે ઉપર ખાલી ખમ દોડતી હોવાથી ગુજરાત રાજ્ય એસ.ટી નિગમ વિભાગ ની તિજોરી ને લાખો રૂપિયા નું નુકશાન થતું દેખાય રહયુ છે અને એસ ટી તંત્ર ના અધિકારી ઓની નબરી કામગીરી કરી રહયા હોવાથી એક કહાવત સાર્થક બની (ના બાપ બડા ના ભય્યા બડા સબસે બડા રૂપૈયા ) જેથી હવે ઘણા વર્ષો થી ભૂલી પડેલ એસ ટી વિભાગ ની ટિમ જાગશે ખરી કે પછી ટેબલો ના નીચેના વેહવારો ની નિદ્રામાં રહેશે તે હવે આવનારો સમય બતાવશે.