ગોધરા,ગોધરા હાફીઝ પ્લોટ અબ્દુલ રહીમ મસ્જીદ પાસેના ધરને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી ધર માંથી કબાટમાં રાખેલ રૂા.7,20,000/-રૂપીયાની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા રફીઝ પ્લોટ અબ્દુલ રહીમ મસ્જીદ પાસે રહેતા શબ્બીર રજાકભાઈ કંજરીવાલાના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને ધરના મુખ્ય દરવાજાનુંં લોક તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલ રૂપીયા 7,20,000/-ની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.