ગોધરા હાફિઝ પ્લોટ વિસ્તારમાં ધરમાંં 7.20 લાખની ચોરીમાં ફરિયાદીએ શકમંદ ઉપર શંકા રાખતા તલવાથી હુમલો કર્યો.

ગોધરા, ગોધરા હાફિઝ પ્લોટ અબ્દુલ રહીમ મસ્જીદ પાસે રહેતા શબ્બીરભાઈ કંજરીયાના ધરે શુક્વારના દિવસે ધર બંધ કરીને ગયા હતા. ત્યારે કોઇ અજાણ્યા ચોર ઈસમે ધરમાં પ્રવેશ કરી ધરમાં કબાટમાં રાખેલ રૂપીયા 7,20,000/-ની ચોરી કરી ગયા હતા. સાંજે ધરે આવીને જોતાંં કબાટ માંથી 7,20,000/-રૂપીયા ચોરી કરી ગયા હોય આ બાબતે શબ્બીરભાઈ તેમના મામાનો સંંપર્ક કયો હતો. ધરમાંંથી 7.20 લાખ રોકડની ચોરી થતાં મામા અને શબ્બીરભાઈએ આસપાસમાંં ચોરી અંગે તપાસ કરી હતી. વાતવાતમાં જાણવા મળ્યું હતું કે હુસેન ફારૂક અસ્લા ઉર્ફે લાજારા (રહે.સાતપુલ જુની રોજી હોટલ) પાછળથી ચોરી કરેલ છે. તેવી જાણકારીથી શબ્બીરભાઇ અને મામાએ ફારૂક અસ્લા લાજારાને બોલાવી ચોરી કોણે કરી તે જાણે છે તેમ પુછતા પોતે જાણતો નથી તેમ કહેલ તેના બીજા દિવસે શબ્બીરભાઈ અને મામા સાથે ધરના બાજુના સીસી ટીવી ફુટેજ જોતા હતા અને સીમળા ખાતે દુકાનમાં જઈને બેઠા હતા તે સમયે હુસેન ફારૂક અસ્લા ખુલ્લી તલવાર લઇને આવ્યો હતો. અને શબ્બીરભાઈ હાથમાં તલવાર મારી હતી. આ ધટના સીસી ટીવીમાંં કેદ થતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ધરમાં ચોરી અને તલવાર વડે હુમલા અંગે ફરિયાદ નોંધાવી.