ગોધરા ગાયત્રી શક્તિપીઠ અને શાંતિકુંજ હરિદ્વાર ત્રણ જીલ્લાની સંયુક્ત શિબિર યોજાઇ

ગોધરા,
ગોધરા શહેર ના ગાયત્રી શક્તિપીઠ ખાતે અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સંયુક્ત શિબિર રાખવામાં આવી હતી. તેમજ પવિત્ર ગંગા નદીના પવિત્ર જળ ને હર હર ગંગે, ઘર ઘર ગંગે ના કાર્યક્રમ થકી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ઘર ઘર સુધી પવિત્ર ગંગા નદીના જળ ને પહોંચાડવા ૧૦,૦૦૦ કુંભનું વિતરણ કરવામાં આવશે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તરફથી આજે પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન અને દાહોદ અને મહિસાગર જિલ્લાની ગોધરા શહેર ના ગાયત્રી શક્તિ પીઠ ખાતે આજ રોજ ત્રણ જિલ્લાના કાર્યકર્તાઓ માટે શિબિર રાખવામાં આવી હતી. આ કાર્યકર્તા શિબિરમાં લગભગ ૩૦૦ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેના અનુસંધાનમાં શાંતિકુંજ હરિદ્વાર થી ટોળી નાયક પરમાનંદ દ્વિવેદી, પ્રકાશભાઈ મોદી તથા યોગેશભાઈ પટેલ ની ટોળી સાથે ગુજરાત ગાયત્રી પરિવાર ઝોન પ્રભારી અશ્વિનભાઈ જાની, સહપ્રભારી જયેશભાઈ બારોટ તથા ઉપ સહ સંયોજક બચુભાઈ ત્રિવેદી, જિલ્લા સંયોજક વજેસિંહ બારીયા, દાહોદ જિલ્લા સંયોજક યોગેશભાઈ પરમાર, કનુભાઈ સુથાર,મહિસાગર જિલ્લા સંયોજક લાલજીભાઈ ખાંટ, તાલુકા સંયોજક શિવનદાસ કાલવાણી ટ્રસ્ટી કાશીભાઇ પટેલ ત્રણેય જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ પ્રવિણસિંહ ચૌહાણ, નાથાભાઈ પટેલ, ઈન્દુભાઈ પરમાર, ગુણવંતભાઈ વરીયા ડાયાભાઈ અમીન, સુભાષ વરિયા મહિલા સંયોજક જયાબેન બારીયા, અ‚ણાબેન, કપિલાબેન, કમળાબેન સહિત જિલ્લાની અનેક બહેનો ગાયત્રી શક્તિ પીઠ ગોધરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓને પ્રશિક્ષિણ પ્રાપ્ત કરી ઘરે-ઘરે ગંગાજીને રાજ્યના પ્રત્યેક ઘરમાં લઈ જવા માટે શાંતિકુંજ હરિદ્વાર ઘરે પહોંચે તથા કુંભ મેળો ઘર-ઘર સુધી પહોંચે તે હેતુસર આ કાર્યક્રમ હાથ ધરાયો હતો.કારણ કે હાલમાં ચાલુ વર્ષે કોરોના ના કારણે કુંભમેળો યોજાઈ શક્યો નથી.જેથી ગંગાજી ઘર ઘર સુધી પહોંચે તેના માટે આયોજન કર્યું હતું. હર હર ગંગે ઘર-ઘર ગંગે નો નારા સાથે કાર્યકર્તાઓને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા.તયારે ગંગા નદીના પવિત્ર જળ ને ગુજરાત રાજ્યમાં લગભગ સવા લાખ કુંભ દ્વારા વિતરિત કરવામાં આવશે. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કુલ ૧૦,૦૦૦ પવિત્ર કુંભ નું વિતરણ કરવામાં આવશે.
તમામ કાર્યકર્તાઓ માટે ગાયત્રી શક્તિપીઠ ગોધરા તરફથી ભોજનની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જિલ્લાના ઉત્સાહી કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે વધાવી સાવ પ્રખરતા પૂર્વક કાર્ય કરવા સંકલ્પબદ્ધ થયા હતા.