ગોધરા, ગોધરા શહેર પોલીસે ગુહહ્યા મહોલ્લા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ઝડપાયેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું સામે આવતા એક મહિલા સહિત બે ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં ગૌમાંસનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા ગત 20 તારીખે સવારના સમયે બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો મારવામાં આવ્યો હતો. પોલીસને રહેણાંક મકાન માંથી 35 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો તેમજ ત્રણ મોબાઈલ ફોન, ફ્રીઝ અને અન્ય સાધનો મળીને કુલ રૂ.40,730 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો, તેમજ રહેણાંક મકાનમાંથી મળી આવેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકાએ માંસના નમુના તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે ગૌમાંસ હોવાનું સામે આવતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહિલા અને અન્ય એક અજાણ્યા ઈસમ સહિત બે ઈસમો સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.