ગોધરા, ગોધરા શહેરના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં આવેલી ઈસ્માઈલભાઈ સ્ક્રેપ નામની ભંગારની દુકાનમાં પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દુકાનનો સંચાલક જુના ટુ -વ્હિલર વાહનોના સ્પેરપાર્ટ્સ ખરીદ-વેચાણનુ કામ કરતા હતા જેઓ પાસે ખરીદ-વેચાણ અંગે નિભાવવાનુ રજીસ્ટર માંગતા કોઈ રજીસ્ટર મળી આવ્યુ ન હતુ. આમ, દુકાનદાર દ્વારા રજીસ્ટર ન નિભાવીને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા જેને લઈ ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે જાહેરનામા ભંગ મુજબ દુકાનદાર ઈસ્માઈલ અહેમદ મુગલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.