
ગોધરા, ગોધરા શહેરના ગુહ્યા મહોલ્લા ફૈઝેઆમ મસ્જીદવાળી ગલીમાં છેલ્લા ધણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં ગટરના પથ્થર ખસી જતાં સ્થાનિક રહિશોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓ પડી રહી છે.
ગુહ્યા મહોલ્લા મસ્જીદવાળી ગલીવાળા વોર્ડ નં.6 વિસ્તારમાં ધણા લાંબા સમયથી રસ્તાની હાલત બિસ્માર છે. તેમાં પણ ગટરના પથ્થર વરસાદી પાણી સાથે ખસી થતાં નાના બાળકો અને સ્થાનિક રહિશોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જીવના જોખમે પસાર થવુંં પડે છે. ગટરના પથ્થર તેમજ સાફ-સફાઈ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે.