ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ત્રિમંદિર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. અહીં FCIના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનો ધુમાડો 4 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે ગોધરા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાયટર્સ સતત કામગીરી કરી રહ્યા છે.
જ્યારે GSRTCના ગોડાઉનમાં પડી રહેલા ટાયરોની સ્થાનિકો દ્વારા તાત્કાલિક હટાવવા માટે તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ ગોધરાના ફાયર ફાઈટર દિલ ધડક રેસક્યુ કરીને આગને કાબુ લેવા માટે મરણિયો પ્રયાસ કરી રહ્યા છે. આજ્ઞા બનાવને લઈને ગોધરા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો.

બીજી તરફ આગની ઘટના સ્થળની બાજુમાં આવેલા ટાયરના ગોડાઉન ને પણ સ્થાનિક લોકો ધ્વારા સ્વયંભૂ ખાલી કરવામાં આવી રહ્યું છે. જ્યાં આગ લાગી છે તેની બાજુમાં જ મોટા પ્રમાણમાં ખેતરો આવેલા છે અને સ્થાનિક મકાનો પણ આવેલા છે જેને લઈને આજુબાજુના સ્થાનિક લોકો ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશભાઈ ડીંડોર ના જણાવ્યા મુજબ આગ 50 ટકા જેટલી કાબુમાં આવી છે અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા 6 વોટર બ્રાઉઝર થી પાણીનો મારો ચલાવી રહ્યા છે.હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.