ગોધરા કસ્બાની ગ્રીનઝોનવાળી સર્વે નં.633/2ની જમીન એન.એ.ની શરતોના ભંગની અરજદારની તપાસને મામલતદાર કચેરીએ ખોરંભે ચડાવી.

ગોધરા,
ગોધરા કસ્બા વિસ્તારની સર્વે નં.633/2 વાળી જમીન જે અલી મસ્જીદ પાસે આવેલ હોય ગ્રીનઝોનવાળી જમીન શરતોને આધિન બિનખેતી કરવામાં આવી હતી. શરતોને આધિન બિનખેતી થયેલ જમીનમાં પોતાની જાતે મનસ્વી રીતે બનાવેલ નકશાના આધારે પ્લોટનું વેચાણ કરતાં અરજદાર દ્વારા શોએબ કલંદર દ્વારા જીલ્લા કલેકટરમાં એન.એ. હુકમોના ભંગ અંગે લેખિત રજુઆત કરી તપાસ કરવાની માંગ કરી હતી. તેની તપાસ મામલતદારને સોંપતા મામલતદાર કચેરી દ્વારા સ્થળ ઉપર યોગ્ય તપાસ નહિ કરી આવા કિસ્સાને અટોપી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યો છે.

ગોધરા કસ્બા વિસ્તારની ગ્રીનઝોનવાળી રે.સર્વે નં.633/2 વાળી જમીનને જીલ્લા કલેકટર દ્વારા શરતોને આધિન બિનખેતીનો હુકમ કરવામાં આવ્યો હતો. બિનખેતીની હુકમ થતાં જમીનના મનસ્વી નકશા તૈયાર કરી સીટી સર્વેમાં મંજુર કરાવ્યા વગર જાતે બનાવેલ નકશાના આધારે પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને પ્લોટોનું વેચાણ કરાયું હતું. આ બિનખેતીની શરતોનો ભંંગ કરી થયેલ પ્લોટીંગ અને તેની ઉપર કરાયેલ બાંધકામ અંગે અરજદાર શોએબ કલંદર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી બિનખેતીની શરતોનો ભંગ થવા અંગેની તપાસ માટે રજુઆત કરાઈ હતી. આ બાબતે જીલ્લા કલેકટર દ્વારા મામલતદારને તપાસ સોંપવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા બિનખેતીની શરતો ભંગ અને ખાનગી નકશાથી થયેલ પ્લોટીંગની તપાસ માટે ગયા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરી આવા પ્રકરણને દબાવી દેવામાં આવ્યું હોય ત્યારે આ કિસ્સામાં જીલ્લા કલેકટર દ્વારા રિપોર્ટ મંગાવી તપાસ થાય તે જરૂરી.